મળો જો તમે મને તો
આજીવન લાગે જાણે ફુલ
નહીં તો આ જ્ન્મ લઇ
કરી સાચે જાણે ભુલ
કરો જો સ્મિત તમે તો
થાયે ડબ્બા કોઇકનાં ગુલ
રહો ઉદાસ તો લાગે મને
સાથે આવી કરી જાણે ભુલ
રહ્યા તમે તો નાજુક નમણા
આવશે ભ્રમર કૈંક સુંઘવા ફુલ
રાખો ધ્યાનમાં મુજ્ પ્રણયને તમે
જીવન મારુ તુજ પ્રીતનુ જાણે મુલ
દોષ
દોષ હવે કોને દઉ,
તેં આપેલા દુઃખોને,કે મેં તજેલા સુખોને.
પ્રભુ તું મને ભૂલી ગયો છે.
એ વાદળીના લઉં સમ,
છત પર ના વરસી
દયા તારી બીજે જઈ વરસી,
પ્રભુ તું મને ભુલી ગયો છે.
સંઘષૅ સૌ કરે છે પણ,
દરેક દુઃખોનો અંત હશે,
વ્યથા મારી શું અનંત હશે?
પ્રભુ તુ મને ભુલી ગયો છે.
ખાલીપો-
આપણું જીવન પહેલા જેવું નથી હવે,
જાને કોઈ ખલીપો રમી રહ્યો આંગણમાં.
સબંધોમાં ભળ્યો સ્વાર્થ અને,
જાણે કોઈ ખાલીપો ભમી રહ્યો આંગણમાં.
ક્યાં ગઈ સાલશતા અને ક્યાં ગયો સ્નેહ,
જાણે સ્નેહનો સુરજ નમી રહ્યો આંગણમાં.
દુઃખમાં હવે ક્યાં કોઈ સહભાગી થાય છે?
સુખનો હોય પ્રસંગ દેખાય સૌ આંગણમાં
લાગણી જેવું હવે ક્યાં અનુભવાય છે,
જાણે સૌ પોતનો રાસ રમે આંગણમાં.
કોને કહેશો મોત.-
કોને કહેશો મોત,
બોલો કોને કહેશો મોત?
આ શ્વાસ છોડે છેદ,એને કહેશો મોત?
કે સ્વજન રાખે ભેદ,એને કહેશો મોત?
કોને કહેશો મોત.
પોતીકા કરી અળગા કરે,એને કહેશો મોત?
કે કડવી વાણીથી તિલતિલ મરે એને કહેશો મોત?
કોને કહેશો મોત
જીવન ન રહ્યા સફળ,એને કહેશો મોત?
કેરહ્યા સૌ મન અકળ એને કહેશો મોત?
કોને કહેશો મોત
છેલ્લા શ્વાસ સુધી ન આવ્યા રાશ,એને કહેશો મોત?
કે તમારા જવાથી થઈ ‘હાશ’,એને કહેશો મોત?
કોને કહેશો મોત.
સરવૈયુ-
આવો જીવન ની ચડતી પડતીની વાત કરીએ,
મળેલા સુખોને યાદ કરીએ,
પડેલા દુઃખોને બાદ કરીએ.
બાલપણમાં બનેલાં મિત્રોને યાદ કરીએ,
ઈર્ષાથી સળગેલાં સ્નેહીને બાદ કરીએ.
યૌવનની છુપી મુલાકાતને યાદ કરીએ,
ને હાથમાં સરકેલા પાલવને બાદ કરીએ.
પ્રૌઢાવસ્થાની મીઠી મુંઝવણને યાદ કરીએ,
પારકી મિલ્કત પર આવતા પ્રેમને બાદ કરીએ.
જીવનનાં મીઠા છેલ્લા તબક્કામાં,મેળવેલી સિધ્ધિઓને યાદ કરીએ,
પારકા કે પોતાનાથી થતી ઉપેક્ષાને,કાયમ માટે બાદ કરીએ.
http://www.gujarattimes.com/ArticleImageEx.aspx?article=03_10_2008_003_004&type=1&mode=1