મુક્તકો
છે કદીક ફાગણ ને કદી શ્રાવણ
ઝેરી તકદીરનું શોધી લાવો મારણ
આમ ક્યાં સુધી ખોડાતા રહેવું મારે
આવે ઉતારો કોઈ નિષ્ફળતાનું ભારણ઼
—–
હે માનવ!
કપરાં સંજોગોમાં હસી શકો તો માનુ
રેખાઓ હાથની ભુંસી શકો તો માનુ
પોતીકાને તો સૌ કોઇ ખુશ રાખે
પારકા દિલમાં વસી શકો તો માનું
—
આટલી ભીનાશ હોયે દિલમાં
ઇચ્છાઓ જરુર રડતી હશે
સપના તો સૌ વિખરાયા પણ
એંધાણી સ્વપ્નની ક્યાંક મળતી હશે
—-
એવું તો શું વસે મારા દિલમાં
આનંદ સદા રહે મારા દિલમાં
મુસીબતોને પડકાર છે મારા
રાણાનું બખ્તર રહે મારા દિલમાં