મુક્તકો

છે કદીક ફાગણ ને કદી શ્રાવણ
ઝેરી તકદીરનું શોધી લાવો મારણ
આમ ક્યાં સુધી ખોડાતા રહેવું મારે
આવે ઉતારો કોઈ નિષ્ફળતાનું ભારણ઼

—–

હે માનવ!

કપરાં સંજોગોમાં હસી શકો તો માનુ
રેખાઓ હાથની ભુંસી શકો તો માનુ
પોતીકાને તો સૌ કોઇ ખુશ રાખે
પારકા દિલમાં વસી શકો તો માનું

આટલી ભીનાશ હોયે દિલમાં
ઇચ્છાઓ જરુર રડતી હશે
સપના તો સૌ વિખરાયા પણ
એંધાણી સ્વપ્નની ક્યાંક મળતી હશે

—-

એવું તો શું વસે મારા દિલમાં
આનંદ સદા રહે મારા દિલમાં
મુસીબતોને પડકાર છે મારા
રાણાનું બખ્તર રહે મારા દિલમાં

2 Comments »

2 Responses to “મુક્તકો”

 1. pragnaju on 12 Jan 2009 at 2:11 pm #

  કપરાં સંજોગોમાં હસી શકો તો માનુ
  રેખાઓ હાથની ભુંસી શકો તો માનુ
  વાહ
  ચાલો એ વાત પર હસી લઈએ

  એટલે મરહૂમ મુઠ્ઠી જીવતું અચરજ બની,
  હાથમાં આયુષ્યની રેખા હજુ આખી હતી

 2. શૈલા મુન્શા on 18 Mar 2011 at 3:17 pm #

  “કપરાં સંજોગોમા હસી શકો તો માનુ
  રેખાઓ હાથની ભુંસી શકો તો માનુ
  પોતીકાઓને તો સૌ કોઈ ખુશ રાખે
  પારકાં દિલમાં વસી શકો તો માનુ.”

  આ જ કરવું માનવ માટે અઘરૂં છે. એ સિધ્ધિ જો કોઈ મેળવે તો બને સાચો માનવ.

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help