સુરેશ બક્ષીનાં “ફેસબુકીયા” કાવ્યો
ફેસબુકીયા કાવ્યો સરસ મંજાય તો ઉપસી આવતા હોય છે. સુરેશભાઇ આ કાવ્યોને મઠારે કે વધુ માવજત આપે તો ઘણાં જ સારા વિચારો અને સમજણ આપી જતા હોય છે વાંચીને જણાવશો કે હું સાચો છું ને?
અભિશાપ
ગરીબી અભિશાપ હશે ગરીબ નહી
સાચી મહેનતને માનો નસીબ નહી
ધન નો માપદંડ એ ખોટો માપદંડ
લઈ જશે સજ્જ્નો થી દુર કરીબ નહી.
આ અજાણ્યું દર્દ સતાવે છે હવે કેમ
અહેસાસ સ્થગિત છે ગુજરી કેમ નથી જાતો
આ એક જ ચહેરો તો નથી સારી દુનિયામાં
દુર છે તો દિલથી ઉતરી કેમ નથી જાતો
જ્યાં સુધી જિવનમાં આશાઓ છે
ત્યાં સુધી જિવનમાં તમાશાંઓ છેે
કદિ હાસ્ય છે તો કદી રુદન છે
મંઝિલ પામવાના આ રાસ્તાઓ છે.
ઊચે પહોચેલી શાખોને માટી ની મહે્ક આવતી નથી
આ એ વડવાઇઓ છે જેને હવે આ વડ ગમતો નથી
બાળપણ થી જ દિલ નેરાખ્યુ અમોએ સાફ પણ
ખબર ન હતી કિમત ચહેરા ની છે દિલની નહી.
ઉન્નતિમા તમારી મિત્રો જાણશે તમે કોણ છો
અવગતિમા તમે જાણશો કે મિત્રો કોણ છે.
જે આપણી ભીતર રહે તે સ્વાભિમાન છે
જે છલકાઈ બહાર રહે તે અભિમાન છે.
હે માનવ
કપરા સજોગોમા પણ હસી શકે તો માનુ
રેખાઓ હાથની જો ભુસી શકે . તો માનુ
પોતીકાને તો સહુ કોઇ ખુશ રાખી શકે
પારકા દિલમા જો વશી શકે તો માનુ.
આવો જિવનની ચડતી પડતી ની વા ત કરીએ
મળેલાસુખ ને યાદ કરીએપડેલા દુઃખ ને બાદકરીએ
બાળપણમા બનેલા એ મિત્રો ને આજ યાદકરીએ
અદેખા સ્નેહીઓ ને હમેશ માટે બાદ કરીએ
યોવન ની છુપી મુલાકાતો ને ખાસ યાદ કરીએ
હાથમાથી સરકેલા એ પાલવ ને યાદકરીએ
આધેડ વય ની એ મઝાની મુઝ્વણ ને યાદ કરીએ
પારકી મિલ્કત પર આવતા એ પ્રેમને બાદ કરીએ
આખરી પડાવમા માણેલા એ જીવન ને યાદ કરિએ
પોતાના સ્વ્જ્નોથી થતી એ અવગણના ને બાદ કરિએ.
હરેક મહફિલ રગીન નથી હોતી
ક્યાક આસમા ક્યાક જમીન નથી હોતી
જે પાસ નથી તેનો ખરખરો શાને,
હરેક જિદગી તો હસીન નથી હોતી.
પ્રભુ તારી દયાનો જરાપણ અણસાર મળે
જિવન જિવાશે એ આશને આધાર મળૅ
ઉતરો ઉડા દરિયામા તો મળે મોતી
મન-માપવાનો ના કોઇ આધાર મળે
ક્દીક એવુ પણ બને આપણા જિવનમા
અપેક્ષા ના હોય ને મબલખ પ્યાર મળે
ચાલવા જો માડો ગેબી ઇશારે ઇશારે
છે એ નકકી પ્રભુ ક્રુપાની વણઝાર મળે.
મક્તલમા હરદમ વિચાર મારો છે
મારા પછી કોનો વારો છે
કોણૅ બાધી આ પાનખર ની પડીકી,
વસત ના વાયરા હગામી સહારો છે.
શાષ્વત શાતિ સમ તમારી એ નજર,
બાકી જિવન તો સતત ધખારો છે
કયાક તો વહેતા હશે પ્રેમ-અમીઝરણા
પડ્યો મારે જ શીદ વ્ય્થાનો પનારો છે.
વહાવે સતત શાને દુઃખની ધારાઓ.
તુ તો પરભુ સૌનો પ્રાણ પ્યારો છે
ધુ્ળ લાગી હ્તી ચહેરા પર ને હુ દર્પણ ને સાફ કરતો રહ્યો
એ હતા મિત્રોના છળક્પટ ને હુ દુશ્મન ને માફ કરતો રહ્યો.
તમને જે જોઇએ છે તે માટે જો કદી લડો નહી
તો જે ખોવાઈ ગયુ તે માટે તમે કદી રડો નહી.
થઇ ગયુ તે થઇ ગયુ હવે
નાખશો નિસાસો ક્યાસુધી
આ પળ ને ખુશ થઈ આવકારો
ગઈ પળનો રાખશો જનાજો ક્યા સુધી?
દિલમા ઉતરવાની કળા અમારી પાસે તો છે
જ્યા પણ રહીશુ અમારી જગા બનાવી લઇશુ
પોતના દુઃખ ને રડીને કહો શુ પામશુ અમે
બીજાના દર્દ અમારા દિલમા સમાવી લઈશુ
સબધોમા દરેક્ના માપ જુદા હોય છે
કયાક ઉચાઇ ક્યાક વ્યાપ જુદા હૌય છે
મોટા માણ્સો ને મળવામા દુરી રાખવી
એમના ભગવાન જુદા ને જાપ જુદાહોય છે.
ચહેરો મારો ને એ મીઠી નજર એની
થઇ ગઇ કેવી કાતીલ અસર એની
ના આ દુનિયા ના રહયા ના પેલી
હવે તો રાત એની ને સહર એની.
લખી વાચી હજાર રચનાઓ જિવનમા પણ
સોસરુ ઉતરે ના એ કવન શુ કામનુ
મળૅ હ્જાર નજરો આમ રોજ તો પણ
પાછુ વળી જુએ ના એ ગમન શુ કામનુ
રાતના જાગેલા તારાઓ ને નિદ આવવા માડી
તમારી આવવાની આશ હતી તે જવા માડી
મારી મહેમાન ગતિ મા કાઇક તો વાત છે
દુઃખ આવીને પાછુ ના ગયુ હજુ સાથ છે.
સજોગો આપણા કહયામા રહે એમ પણ બને
મારી આખે તમારા આસુ વહે એમ પ ણ બને
હવે કરવાનુ શુ રહ્યુ બાકી તમે જ કહો
પ્રેમ દરિયો સાગરમા રમે એમ પણ બને
જીવન ના રસ્તા એ રીતે સાફ્ કરી દીધા
કોઇ ની માફી માગી કોઇને માફ કરી દીધા.
રસ્તાઓ કોઇ ના માટે બદલાતા નથી પોતાને બદ્લી શ કો તોજ ઘર બહાર આવો
થોડી આશાઓ ને થોડા અરમાનો નુ નામ જીવન એ રમકડાઓ થી રમી શ્ કો તોજ ઘર બહાર આવો.
તુ હસે તો હસે સાવન તુ રડૅતો રડે મધુવન શ્વાસ ની મિથ્યા આવન-જાવન
ખાલીપો
આપણું જીવન નથી પહેલા જેવું જાણે કોઈ ખાલીપો રમે આંગણ માં
ને સબંધો માં પડ્યો સ્વાર્થ નક્કર જાણે દવ ભારેલો ભમે આંગણ માં
ક્યાં ગયી સાલશતા ને સ્નેહ આંખ થી જાણે શોભિત સુરજ નામે આંગણ માં
કોઈ સહભાગી નથી દુઃખ માં સુખ ને પ્રસંગે પ્રગટે આંગણ માં
લાગણી જેવું ક્યાં અનુભવાય છે જાણે ખુદ નો રાસ રમે આંગણ માં
- એ મને ગમેમારી રાહ જોવે કોઈ રોજ એ મને ગમે
હું ખોવાઈ જાઉં ને એ કરે ખોજ એ મને ગમેશબ્દો ની તડાફડી પણ જો થાય કદી
એ કરાવે બે ઘડી મોજ એ મને ગમેહોય ભલે ને દુઃખો ની વણઝાર લાંબી
પણ જો હોય ગેબી ઓથ એ મને ગમે …નિજ વ્યથાઓ ના આ પંક માં કદી
ઉગે જો દેવી કૃપા નું સરોજ એ મને ગમે
ક્યાંક તો વેહતા હશે પ્રેમ અમી ઝરણા
પિવડાવે કોઈ પ્રેમ પીયુષ રોજ એ મને ગમે
- સરવૈયું
આવો જીવનની ચડતી પડતીની વાત કરીએ,
મળેલા સુખોને યાદ કરીએ,
પડેલા દુ:ખોને બાદ કરીએ.
બાળપણમાં બનેલા મિત્રોને યાદ કરીએ,
ઈર્ષાથી સળગેલા સ્નેહીને બાદ કરીએ.
યૌવનની છુપી મુલાકાતને યાદ કરીએ,
ને હાથમાં સરકેલા પાલવને બાદ કરીએ….
પ્રોઢાવસ્થાની મીઠી મુંજવણને યાદ કરીએ.
પારકી મિલકત પર આવતા પ્રેમને બાદ કરીએ.
જીવનના મીઠા છેલ્લા તબ્બકામાં મેળવેલી સિદ્ધિઓને યાદ કરીએ,
પારકા કે પોતાનાથી થતી ઉપેક્ષાને, કાયમ માટે બાદ કરીએ.
~સુરેશ બક્ષી~
- ક્યાં સુધીસફર માં રેહશે જુઠી આશા નો સથવારો ક્યાં સુધી?
જુઠા દિલાસા જુઠા સાંત્વાનો નો આધાર ક્યાં સુધી ?
દોસ્ત હોતા નથી બધા હાથ મિલાવનારા
એ સત્ય નો કરશો ઇનકાર ક્યાં સુધી?
દંભી આ દુનિયા ને દંભી એના સંબંધો
છોડી એને પોહ્ચ્યો કિનારે રેહશો મઝધાર ક્યાં સુધી?
શોધો વફા ના મોતી સીધાસાધા ઇન્સાનો માં
રેહશો જુઠી ચમક દમક ના ખરીદાર ક્યાં સુધી?…
મનની સાસ્વત શાંતિ છે સંતોષ ની સીમાઓ માં
પડછાયા નો હાથ પકડી રેહશો ભ્રમના અસવાર ક્યાં સુધી?
જો રહો ગતિશીલ ને રહો કાર્યરત મંજિલ મળવા આવશે
રાખશે તમને લાચાર ક્યાં સુધી.?~સુરેશ બક્ષી~ - એને શું કેહ્શો?પ્રેમ જો આંધળો છે તો પ્રેમ માં પડનારા ને શું કેહ્શો?જો સુખ દુખ નું ચક્ર હોય ગતિશીલ તો હિંમત હારી રડનારા ને શું કેહ્શો?
સફળતા ની ખાતરી ના હોવા છતાં જીવન દાવ પર મુકનારા ને શું કેહ્શો?હોય લોહી ના સબંધો કે મૈત્રી ના વિશ્વાસ હોય ત્યાં કપટ કરનારા ને શું કેહ્શો?
ભૂલેલા ને સાચો માર્ગ બતાવે એજ ધર્મ તો એના નામે ધતિંગ કરનારા ને શું કેહ્શો?
…
નીતિ નું ધન એજ સાચું ધન છે તો અનીતિ ના ધન ને સલામો ભરનારા ને શું કેહ્શો?~સુરેશ બક્ષી~
- અણસારપ્રભુ તારી દયા નો જરા પણ અણસાર મળે.
તો આ જીવન જીવાશે એ આશ ને આધાર મળે.
ઉતરો ઊંડા દરિયા માં તો મળે મોતી.
મનને માપવા ના કોઈ આધાર મળે.કદીપ એવું પણ બને જીવન માં
અપેક્ષા ના હોય ત્યાં મબલખ પ્યાર મળે.
ચાલવા જો તૈયાર હો ગેબી ઈશારે ઈશારે …
છે એ નક્કી દેવી કૃપા ની વણઝાર મળે.હું પાનખર નથી વીતેલી વસંત છુ.
કાશ જીવન માં એવું કોઈ સમજનાર મળે.બક્ષી સુરેશ.
કાશ બાળપણ માં તમે મળ્યા હોત.
તો બાળહઠ માં તમને માગ્યા હોત.
બાળહઠમાં માગેલ કદાચ મળી પણ ગયું હોત;
મોટા થયે છોકરમતની ભૂલથી પસ્તાયા હોત!
મહેન્દ્ર શાહ
આ તે કેવું વર્તન ને કેવા લોગ છે.
સંબધો નો થઇ રહ્યો ઉપયોગ છે.
હતો વસ્તુ નો ઉપયોગ ને માનવ પર પ્રેમ.
હવે વસ્તુ પર પ્રેમ ને માનવ નો ઉપયોગ છે.
No Comments »